અંકલેશ્વર નજીક NH 48 પાસે ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો. નોબેલ માર્કેટના સ્ક્રેપના 2 ગોડાઉનમાં આગ લાગી હતી.આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દોડધામ મચી હતી.નજીકમાં આવેલ ભડકોદ્રા ગામની ડમ્પીંગ સાઈટમાં આગ લાગ્યા બાદ ગોડાઉનમાં ફેલાય હોવાની આશંકા સેવાઈ રહી છે.