શનિવારે રાતે હેલ્પલાઈન નં. 112 ઉપર ફોન આવ્યો અને જણાવાયું કે, એન.ટી.પી.સી. કંપનીમાં ફેસ-2 લેબર કોલોનીની સામે બોલેરો પીક-અપમાં દારૂનું વેચાણ થાય છે. આથી પોલીસ બાતમીવાળી જગ્યાએ પહોંચતાં નંબર પ્લેટ વિનાની એક સફેદ બોલેરો પીક-અપ મળી આવી હતી અને ચાલકની આજુ-બાજુ તપાસ કરતાં હાજર મળ્યો ન હતો. ગાડીમાંથી અલગ-અલગ બ્રાન્ડની શરાબની 12 મોટી બોટલ અને 282 નાની બોટલ તથા 70 લિટર દેશી દારૂ એમ કુલ રૂા. 47,000નો શરાબ તથા બે લાખની ગાડી પોલીસે હસ્તગત લઈ અજાણ્યા સામે ગુન