નડિયાદ: રોશનબાબા સોસાયટીમાંથી ચાર ઈસમો રંગે હાથ જુગાર રમતા ઝડપાયા.
નડિયાદની રોશનબાબા સોસાયટીમાંથી ચાર ઈસમોને પોલીસે રંગે હાથે જુગાર રમતા ઝડપી પાડ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર નડિયાદ ટાઉન પોલીસની ટીમ 11 નવેમ્બરના રોજ રાત્રે 9 કલાકે પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમી મળી હતી કે નડિયાદની રોશન બાબા સોસાયટીમાં કેટલાક સમૂહ ખુલ્લામાં જુગાર રમી રમાડી રહ્યા છે જેને આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા ખુલ્લામાં જુગાર રમતા ચાર ઈસમોને રંગે હાથે જડપી પાડ્યા હતા. સ્થળ પરથી પોલીસે રૂપિયા 5180 નો મુદ્દા માલ જપ્ત કર્યો છે.