વેરાવળમાં આવતીકાલે 11 કેવી દક્ષ ફિડરના સમારકામને પગલે બાયપાસ સહિતના વિસ્તારોમાં 4 કલાક પાવર ઓફ રહેશે
Veraval City, Gir Somnath | Sep 17, 2025
વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા નવરાત્રી મહોત્સવના અનુસંધાને તા.18 ને ગુરુવાર સવારે 9 થી બપોરના 2 વાગ્યા સુધી 11 કેવી દક્ષ ફીડરનું સમાર કામ હોવાથી , શિવજીનગર, આદિત્ય પાર્ક ,સોલંકી ટાયરની પાછળ, ક્રિષ્ના સોસાયટી , નમસ્તે હોટલ પાસે , ફિશરીઝ કોલેજ,વિનાયક એપાર્ટમેન્ટ, પ્રમુખ નગર, બુલેટ શોરૂમ પાછળ, શ્રી નાથજી રેસીડેન્સી,યમુના માર્કેટ અને વેરાવળ બાયપાસ વિસ્તારમાં પાવર બંધ રહેશે.સમારકામ પુર્ણ થયે કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર પાવર ચાલુ કરાશે.