ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચ કચેરીથી 100 મીટરના અંતરે આકાશ ઓડ નામના યુવકની છરીના ઘા મારી હત્યા કરાઈ છે. મોડીરાતે બે યુવકો વચ્ચે કોઈ બાબતે થયેલી બોલાચાલી બાદ સમાધાન થયું હતું. જો કે, તેની અદાવત રાખીને બીજા જ દિવસે યુવકની હત્યા કરાઈ છે.