લીંબડી શહેર સામાજિક કાર્યકર અને ખેડૂત આગેવાન પરેશભાઇ ટાંકોલીયા એ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ખેડૂતો ને આર્થિક સહાય પેકેજ નો એકજ હપ્તો જમા થતા બીજા હપ્તા માટે ખેડૂતો ને બેંકો મા પાસબુક લઇ બેંક માં એન્ટ્રી પડાવવા દરરોજ ધરમ ના ધક્કા ખાવા પડી રહ્યાં છે. રવી પાકનું વાવેતર કરવા ખેડૂતો તૈયારી કરી રહ્યા છે જેથી સરકાર બીજો હપ્તો પણ વહેલી તકે જમા કરાવી દેવા લેખિત રજૂઆત કરી છે