રાપર: પ્રાગપર પાસે બાઇકને અકસ્માત નડતાં યુવાન ઘવાયો
Rapar, Kutch | Oct 31, 2025 રાપર તાલુકાના પ્રાગપર પાસે બાઈકને અકસ્માત નડતાં યુવાનને ઈજા થઇ હતી. તેથી તેને સારવાર માટે ભુજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર રાપર તાલુકાના ભીમાસર ગામના ઘનશ્યામભાઇ સુથાર બાઇક લઇને પ્રાગપર ગામ પાસેથી પસાર થઇ રહ્યા હતા. આ દરમ્યાન માર્ગ પર ગાય આડે આવી જતાં બાઈક સ્લીપ થઈ ગયું હતું. તેથી ઘનશ્યામભાઈને હાથ-પગમાં ફ્રેક્ચર સહિતની ઈજા થઈ હતી.