મુન્દ્રા: ધ્રબના યાર્ડમાં કન્ટેનરના તપાસકર્તાને રિવર્સ આવતાં ટ્રેઈલરે ઝપટે લેતાં મૃત્યુ
Mundra, Kutch | Oct 30, 2025 મુંદરાના ધ્રબની સીમના યાર્ડમાં યાર્ડ ચેકર તરીકે નોકરી કરતા મૂળ બિહારના 42 વર્ષીય રાકેશ સિયારામ શર્મા ગઈકાલે રાતે યાર્ડમાં પગે જઈ રહ્યા હતા ત્યારે રિવર્સ આવતાં ટ્રેઈલરે અડફેટે લેતાં તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.