હિંમતનગર: હાથમતી નદીમાં આવેલા પૂરથી પીવાના પાણીની પાઇપ લાઈનો તૂટી:મહેતાપુરા વિસ્તારમાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડાયું
હિંમતનગર શહેરના મધ્યમાંથી પસાર થતી હાથમતી નદીમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ અને ભિલોડાના હાથમતી તથા ઈન્દ્રાસી ડેમ ઓવરફલો થવાને કારણે નદીમાં સતત પાણીનો પ્રવાહ વહ્યો હતો.જોકે પાણીના ભારે પ્રવાહને કારણે નદીમાંથી પસાર થતી પાલિકાની પાણીની પાઈપલાઈનને વ્યાપક નુકસાન થવાને કારણે છેલ્લા કેટલાક દિવસોથી મુખ્યત્વે મહેતાપુરા ઢાળ પાસેના વિસ્તારમાં પાઈપલાઈનમાંથી પાણીનો પ્રવાહ ન આવતા નગરપાલિકા ધ્વારા મહેતાપુરામાં રહેતા લોકોને ટેન્કર મારફતે પાણીનું વિતરણ કરવાન