અમદાવાદ શહેર: અમદાવાદમાં ધ્રૂજાવીદેનારી ઘટના: બનેવીએ સાળા પર કર્યું ફાયરિંગ, બહેનને માર મારતો હોવાનો આરોપ
અમદાવાદમાં મારામારી, હત્યા, લૂંટ જેવી ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદના થલતેજ વિસ્તારમાં બનેવીએ સાળા પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુ હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનામાં યુવકને પેટના ભાગે ગોળી વાગતા ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ફાયરિંગની ઘટનાને લઈને બોડકદેવ પોલીસે આરોપી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.