વલ્લભીપુર: વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ થી રાજપરા સુધીનો રોડ અત્યંત બિસ્માર રાહદારીઓને ભારે હાલાકી
રાજ્યમાં રોડ કનેક્ટિવિટીને લઇને મસમોટા દાવાઓ કરાઇ રહ્યા છે. પરંતુ જમીની હકિકત કંઈક અલગ જ છે. નેતાઓ ચૂંટણી સમયે વાયદાઓ કરીને જતા રહે છે. પરંતુ ચૂંટણી જીત્યા બાદ આ વાયદાઓ માત્ર વાયદા બનીને રહી જાય છે. અને અંતે જનતાના નસીબમાં તો હાડમારી જ સહન કરવાનો વારો આવે છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, બિસ્માર રોડને કારણે હાડમારી ભોગવતા 10થી 12 ગામ જેમાં કથારીયા, હડમતીયા, નવાગામ, ખેતાટીંબી, રાજપરા, જાળીયા, મેલાણા, લોલિયાણા, દુદાધાર,કાળાતળાવ સહિત