આણંદ શહેર: આણંદ મહાનગરપાલિકા બનતા આણંદ જિલ્લા પંચાયતની 42 ના બદલે 40 અને તાલુકા પંચાયતની 34 ના બદલે 30 બેઠકો
કરમસદ આણંદ મહાનગરપાલિકામાં ચાર ગામો લાંભવેલ ગામડી મોગરી અને જીટોડીયા નો સમાવેશ થતા જિલ્લા પંચાયતની કુલ બે અને તાલુકા પંચાયતની કુલ ચાર બેઠકોમાં ઘટાડો થયો છે આણંદ જિલ્લા પંચાયતની હવે કુલ 40 બેઠક પૈકી 13 બેઠક સામાન્ય મહિલા અનામત છ બેઠક બક્ષીપંચ મહિલા અનામત અને એક બેઠક અનુસૂચિત જાતિ અનામત છે જ્યારે 26 બેઠકો બિન અનામત સામાન્ય 11 બેઠકો બક્ષીપંચ સામાન્ય બે બેઠક અનુસૂચિત જાતિ અને એક બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત જાહેર કરવામાં આવી