ધરમપુર: વાવ ચોકડી પર આખલાઓ વચ્ચે યુદ્ધનો વિડીયો થયો વાયરલ નગરપાલિકા રખડતા ઢોરોને પકડે તેવી માંગ ઉઠી
મંગળવારના 7:30 કલાકે મળેલા વાયરલ વીડિયોની વિગત મુજબ ધરમપુરના અનેક વિસ્તારોમાં અવારનવાર રખડતા ઢોરો વચ્ચે અકસ્માતો અને વાહન ચાલકો અડેફેટે આવી જવાના બનાવો બની ચૂક્યા છે જેમાં બેથી ત્રણ લોકોએ જીવ પણ ગુમાવ્યો છે ત્યારે ફરી એકવાર ધરમપુરના વાવ ચોકડી વિસ્તારમાં આખલાઓનું યુદ્ધ જોવા મળ્યું આ આખલાઓનો| યુદ્ધ થતા વાહનચાલકો અને આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.