અમદાવાદ શહેર: અમદાવાદમાં નકલી ઘીની ફેક્ટરી પકડાઈ, બાતમીના આધારે SOGના દરોડા, એકની ધરપકડ
અમદાવાદ ગ્રામ્યના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) દ્વારા ગુરુવારે કાંભા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલા એક ઔદ્યોગિક એકમ પર દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી 1.56 લાખ રૂપિયાનું 220 કિલોથી વધુ શંકાસ્પદ ભેળસેળવાળું ઘી જપ્ત કરવામાં આવ્યું છે અને 543 કિલો ઘી ઘટનાસ્થળે જ નાશ કરવામાં આવ્યું છે.