ગોધરા: ગોધરા તાલુકાના શિવપુરી ગામે આવેલા સોલાર પ્લાન્ટમાં અજાણ્યા ઇસમોની તોડફોડ, આશરે રૂ. ૮ લાખનું નુકસાન
શિવપુરી ગામે સોલાર પ્લાન્ટમાં અજાણ્યા ઇસમોએ રાત્રે તોડફોડ કરી અંદાજે રૂ. ૮ લાખનું નુકસાન કર્યું. સવારે નિરીક્ષણ દરમિયાન ઇન્વર્ટરના ડીસી કેબલ કપાયેલા, ટ્રેકર સિસ્ટમની મોટર અને મોડ્યુલ તોડાયેલા તથા લિમિટ સ્વિચના કેબલ કાપેલા જોવા મળ્યા. આશરે ૮,૦૦૦ મીટર કેબલ અને અન્ય સાધનોને નુકસાન પહોંચાડાયું. ઘટના અંગે કંપનીને જાણ કર્યા બાદ કાંકણપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.