ટેક્નોલોજીના વિસ્તરણના ભાગરૂપે અંજાર સ્થિત RTO કચેરીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટેક કાર્યરત કરવાની દિશામાં કામગીરી શરૂ થઈ છે.ARTO પી.એમ. ચૌધરીના જણાવ્યા મુજબ,નજીકના દિવસોમાં ડ્રાઇવિંગ ટેસ્ટિંગ ટેકને આધુનિક AI ટેકનોલોજીથી સજ્જ કરાશે.AI આધારિત સિસ્ટમ આવવાથી પરીક્ષામાં વધુ પારદર્શિતા આવશે.ટેક ઉપર તમામ જગ્યાએ કેમેરા મુકાશે, જે પરીક્ષાર્થીની તમામ ગતિવિધિઓ કેદ કરશે અને તમામ માપદંડોની ચકાસણી બાદ ઓટોમેટિક પરિણામ આપશે.