કપડવંજ: બનાના મુવાડા અને નિઝામિયા ખાતે ખેડૂતો માટે રવિ સીઝન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
આજરોજ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના બનાના મુવાડા અને નિઝામીયા ગામોમાં રવિ સીઝન માટેના વિશેષ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂત સમુદાયને આગામી રવિ સીઝન માટેની આધુનિક અને ટકાઉ ખેતી પદ્ધતિઓથી વાકેફ કરવાનો હતો.