ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કુંભમેળામાં ત્રિવેણી સંગમ સ્નાન કર્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવાર તા.૭ ફેબ્રુઆરીએ બપોરે પ્રયાગરાજના કુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે શ્રદ્વા ભક્તિ પૂર્વક પવિત્ર સ્નાન કરવા સાથે જળ અર્ઘ્ય અર્પણ કર્યા હતા.તેમણે ખાસ કરીને સફાઈ-સ્વચ્છતાનું ધ્યાન રાખવા સાથે યાત્રિકોને કુંભ સ્નાન માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે તે ખૂબ જ સુંદર અને આયોજનબદ્ધ છે તેમ પણ જણાવ્યું હતું.