તારાપુર: 4 દીકરીઓને જન્મ આપનાર વાળંદાપુરાની પરણીતા ઉપર ત્રાસ ગુજારતા ફરિયાદ.
Tarapur, Anand | Sep 17, 2025 કસબારા ગામે રહેતી ફરિયાદી મધુબેન અભુભાઈ ગાંગડીયાના લગ્ન સને 2012માં વાળંદાપુરા ગામે રહેતા ઈશ્વરભાઈ ધીરુભાઈ મકવાણા સાથે થયા હતા. લગ્ન બાદ અમદાવાદના થલતેજ ખાતે ભાડાના મકાનમાં રહેવા ગયા હતા. સુખી લગ્ન જીવનના ફળ સ્વરૂપે તેણીએ ચાર પુત્રીઓને જન્મ આપ્યો હતો. ચારે પુત્રીઓને જન્મ આપવાની બાબતને લઈ પતિ,સાસુ અને સસરાએ શારીરિક અને માનસિક ત્રાસ ગુજારી પતિએ બીજા લગ્ન કરી લીધા હતા.જેથી પરણીતાએ તારાપુર પોલીસ મથકે આવીને ફરિયાદ નોંધાવી હતી.