કડી: કડી શહેરના વડવાળા ફાટક પાસે આવેલ હોલી ફેમિલી સ્કૂલમાં બીજા માળેથી વિદ્યાર્થીએ છલાંગ લગાવતા ઘટનાના cctv ફૂટેજ સામે આવ્યા
Kadi, Mahesana | Nov 20, 2025 તા.17 નવેમ્બર ના રોજ કડી શહેરમાં આવેલ વડવાળા હનુમાનજી મંદિર ફાટક નજીક આવેલ હોલી ફેમિલી સ્કૂલમાં ધોરણ 6 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી લેસન ના લાવતા શિક્ષિકાએ તેને લાફા મારી રૂમ ની બહાર બેસવાનું કહ્યું હતું.જેથી વિદ્યાર્થીને આ વાતનું ખોટું લાગતા તે બીજા માળે થી છલાંગ લગાવી દીધી હતી.ઘટનાની જાણ થતા વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે ઘસેડવામાં આવેલ હતો.વિદ્યાર્થીને પગે ફેક્ચર થયું હતું.સમગ્ર ઘટના cctv કેમેરામાં કેદ થઈ હતી.કડી પોલસે વધુ તપાસ હાથ ધરી હતી.