પોશીના: તાલુકાના લાંબડીયા વિસ્તારમાં ગતરાત્રિના વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી થઈ
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે અંતરિયાળ વિસ્તાર એવા પોશીનાના લાંબડીયા વિસ્તારમાં પણ ગત રાત્રિના ના અંદાજીત 10 વાગ્યા ની આસપાસ અચાનક જ વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ત્યારે લાંબડીયા વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી તો બીજી તરફ પંથકના ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા.