પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ્, ગદુકપુર ખાતે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે “સરદાર@150 યુનિટી માર્ચ” અંગે આયોજન બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિવિધ વિધાનસભા ક્ષેત્રોમાં યોજાનારી પદયાત્રાની તૈયારી અંગે ચર્ચા થઈ. આ બેઠક ખેડા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટની ઉપસ્થિતિમાં તથા રાજ્યસભા સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારની આગેવાનીમાં યોજાઈ હતી.