શહેરા: શહેરામાંથી પાર્ક કરેલી ઇકો ગાડીની ચોરી થતાં ફરિયાદ નોંધાઇ,ટોલનાકા અને cng પંપ પર સીસીટીવીમાં દેખાઈ ગાડી
શહેરા નગરના અણિયાદ ચોકડી વિસ્તારમાંથી પસાર થતાં હાઇવેને અડીને આવેલી ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલી કારની ચોરી થયાનું સામે આવ્યું છે,વાહન માલિકને શોધખોળ શરૂ કરી હતી,તપાસ કરતા પાનમ ટોલનાકા પરથી ગાડી પસાર થતી સીસીટીવી કેમેરાના ફૂટેજમાં જોવા મળી હતી,સાથે જ સીએનજી પંપ ઉપર પણ ગાડી આવી હોવાના સીસીટીવી ફૂટેજ જોવા મળ્યા હતા,જેથી આ સમગ્ર મામલે વાહન માલિકે પોતાની ઇકો ગાડીની ચોરી થઈ હોવાની ફરિયાદ શહેરા પોલીસ મથકે નોંધાવી હતી.