ખંભાળિયા: ખંભાળિયા ખાતે "સ્વસ્થ નારી,સશકત પરિવાર" અભિયાન તેમજ પોષણ માસ ૨૦૨૫ અંતર્ગત સ્વાસ્થ્ય શિબિર યોજાઇ.
આજ તા.૧૭ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫માં જન્મદિવસ નિમિતે સમગ્ર દેશની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ "સ્વસ્થ નારી,સશકત પરિવાર" અભિયાન તેમજ પોષણ માસ ૨૦૨૫ અંતર્ગત સ્વાસ્થ્ય શિબિરનું આયોજન આહિર સમાજ, ખંભાળિયા ખાતે કરવામાં આવ્યું હતું.આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રિદ્ધિબા જાડેજાએ કહ્યું હતું કે, આજે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫માં જન્મદિવસે સમગ્ર દેશની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ "સ્વસ્થ નારી, સશક્ત