પલસાણા: મેઘા પ્લાઝા ખાતેથી દેશી હાથ બનાવટના તમંચા સાથે એકને ઝડપી બેને વોન્ટેડ જાહેર કરતી સુરત ગ્રામ્ય જીલ્લા LCB
Palsana, Surat | Nov 2, 2025 પલસાણા મેઘા પ્લાઝા શિવ શક્તિ રેસીડન્સી ખાતે રહેતો સંજય ઉર્ફે રાવણ નરેન્દ્રભાઇ મિશ્રા નાનો પોતાના કબ્જામાં ગેર કાયદેસર દેશી હાથ બનાવટનો તમંચો તથા કારતુસ લઇને પલસાણા મેઘા પ્લાઝા રામેશ્વર રેસીડન્સી પહેલો માળ રૂમ નંબર 104, માં હાજર છે જેણે શરીરે સફેદ કલરનુ લાંબી બાંયનું શર્ટ તથા કમરમાં બ્લ્યુ કલરનો જીન્સ પેન્ટ પહેરેલ છે” તેવી ચોકકસ બાતમી હકીકત મળતા પલસાણા મેઘા પ્લાઝા ખાતે જઇ બાતમી હકીકત મુજબના મકાનમાં તપાસ કરતાં ઇસમને ઝડપી બેને વોન્ટેડ જાહેર કર્યા