ભરૂચ: શ્રી ભરૂચ શહેર સમસ્ત રાણા પરિવાર દ્વારા સિદ્ધનાથ નગર પાસે રાણા પરિવારના તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
ભરૂચના સિદ્ધનાથ નગર પાસેના ભક્તેશ્વર મહાદેવ હોલ ખાતે શ્રી ભરૂચ શહેર સમસ્ત રાણા પરિવાર પ્રેરિત સોસાયટી વિસ્તાર રાણા પરિવારના તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં તેજસ્વી તારલાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં ભરૂચ એલ.આઈ.સી. બ્રાન્ચના એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર હરેશ રાણા અને સમાજના પ્રમુખ સનત રાણા તેમજ સભ્યો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.