જોડિયા: બાલંભા પાસે બ્રીજ અને રોડના કામોનું ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું
જોડીયા તાલુકાના જામસર-બાલભા રોડ પર માઈનોર બ્રીજ અંદાજીત રકમ ૧.૩૦ કરોડનાઅને રણજીતપર-બાલભા રોડ પર સી. સી. રોડ, ડામર રોડ *૬.૩૫ કરોડના* કામનુ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના વરદ્ હસ્તે ખાતમુર્હુત કરાયું હતું, વિકાસના આ શુભ કાર્યમાં જીલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરર્પસન ચંન્દ્રીકાબેન જેઠાલાલ અધેરા, જોડીયા તાલુકા ભાજપ પ્રમુખ જયસુખભાઈ પરમાર, ગ્રામજનો ઉપસ્થિતિ રહ્યા હતા. ધારાસભ્ય દ્વારા ગુણવત્તાસભર કામગીરીની જરુરી સુચના આપી હતી