તારાપુર તાલુકાના જલ્લા ગામના ટેકરાવાળા ફળિયામાં ફરિયાદી નબીમીંયા ગુલભઈમીંયા મલેક રહે છે.ઓવેશમીંયા ઉર્ફે ટકો અનવરમીંયા મલેકે અગાઉના કેસમાં ચાલેલા ઝઘડા બાબતે તમારો પુત્ર મારા ભાઈ વિરુદ્ધમાં કોર્ટમાં જુબાની આપશે તો તને અને તારા દિકરાને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ ગમે તેવી ગાળો બોલીને નબીમીંયાને મોઢાના ભાગે બે-ત્રણ ઝાપટો મારી દીધી હતી અને હાથમાંનું ધારીયું મારવા જતા નબીમીંયાએ જાળી બંધ કરી દેતાં બચી જવા પામ્યા હતા.