શહેરા: શહેરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ અને કિસાન શિબિરની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો
ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણી અંતર્ગત શહેરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ અને કિસાન શિબિરની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો,જેમાં વનોનું રક્ષણ અને જતન કરવા બાબતે, ફાયર અને પર્યાવરણ બાબતે તેમજ વન્યજીવ સંરક્ષણ બાબતેજનજાગૃતિ ફેલાય તે હેતુથી જરૂરી માર્ગદર્શન અપાયું હતું.