હાલોલ: હોટલ વેલી પાસે અજગરને બચાવવા જતા ટેમ્પો ચાલકે મારી બ્રેક,પાછળથી આવેલ ટ્રકે ટેમ્પોને ટક્કર મારતા સર્જાયો અક્સ્માત
હાલોલ હાઈવે રોડ પર હોટલ વેલી નજીક આજે એક અદ્દભૂત પરંતુ ચમત્કારિક બચાવની ઘટના સામે આવી છે.અમદાવાદથી જાબુઘોડા અભયારણ્ય ફરવા આવેલા પ્રવાસી મહિલાઓની ટેમ્પો ટ્રાવેલરને પરત ફરતી વેળાએ અકસ્માત નડ્યો હતો.આજે સાજના 7 વાગ્યાના સુમારે અચાનક અજગર આવી જતા ટેમ્પો ટ્રાવેલરના ડ્રાઇવરે પ્રાણીનુ જીવન બચાવવા અચાનક બ્રેક મારી હતી.આ દરમિયાન પાછળથી આવતી એક ટ્રક આ ટ્રાવેલરને ટક્કર મારી દેતા તે ડિવાઈડર પર ચડી ગયું હતું.સદનસીબે આ ભયાનક અકસ્માતમા તમામ મહિલાનો બચાવ થયો હતો