ઠાસરા: લાભુપુરા પાસે લોકોએ હાઈવે ચક્કાજામ કર્યો,વાઘબકરીની ફેક્ટરીમાં જાહેરાત આપ્યા બાદ ભરતી પ્રક્રિયા બંધના બોર્ડ જોઈ રોષ
Thasra, Kheda | Nov 1, 2025 ડાકોરથી લાડવેલ ચોકડી તરફ જતા માર્ગ પર આજે સવારે ભારે ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. લાભપુરા પાસે આવેલી નવનિર્મિત વાઘ બકરી ચા ફેક્ટરીની બહાર લોકોએ ઉગ્ર હોબાળો કર્યો હતો. ફેક્ટરીમાં ભરતી બાબતે સોશિયલ મીડિયામાં જાહેરખબર કરવામાં આવી હતી. આ જાહેરાતના આધારે અનેક યુવાનો આજે ભરતી પ્રક્રિયામાં જોડાવા માટે ફેક્ટરી પહોંચ્યા હતા. જોકે, સ્થળ પર પહોંચ્યા બાદ ફેક્ટરીની બહાર લગાવવામાં આવેલા “ભરતી પ્રક્રિયા હાલ બંધ છે” એવા બોર્ડને જોઈને યુવાનો રોષે ભરાયા હતા