અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામે ક્રિશ રેસિડેન્સીમાં રહેતા જશ્વાલ જયસિંહ પોતાના વતન ઉત્તર પ્રદેશ ગયા હતા.તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.તસ્કરોએ મકાનના ઉપરના ભાગેથી નીચે ઉતરીને પાછળના દરવાજા વાટે ઘરમાં પ્રવેશ કર્યો હતો.અને મકાનમાં રહેલ સોના-ચાંદીના ઘરેણાં તેમજ 40 હજાર રોકડા મળી કુલ 5 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ચોરી અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.