રાપરના નવાપરા વિસ્તારમાં ગત ૨૫ તારીખે ઘરની પાસે ચક્કર લગાવવા જેવી સામાન્ય બાબતે થયેલ બોલાચાલી નો બનાવ હત્યામાં પલટાતા વાગડ પંથકમાં ભારે ચકચાર પ્રસરી હતી.યુવકની છરી મારી હત્યા કર્યા બાદ ફરાર થયેલ નિમેશ કિરીટભા ગઢવી ને ઝડપવા રાપર પોલીસે તપાસને તેજ બનાવી આરોપીને ઝડપી લઈ આજે ઘટના સ્થળે જઈ રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું