અમીરગઢ: દારૂ અને જુગાર મામલે કોંગ્રેસના ધારાસભ્યની આગેવાનીમાં રેલી યોજી મામલતદારને આવેદનપત્ર અપાયુ
અમીરગઢ તાલુકામાં દારૂ ડ્રગ્સ અને જુગાર બંધ કરાવવા માટે ધારાસભ્ય કાંતિ ખરાડીની આગેવાનીમાં આજે સોમવારે 12:00 કલાકે કોંગ્રેસની રેલી યોજાઇ હતી જેમાં ખારી ગામની મહિલાઓ સહિત કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા અને તાલુકામાં દારૂ જુગારના અડ્ડાઓ તાત્કાલિક ધોરણે બંધ કરવા માટેની મામલતદારને રજૂઆત કરી હતી.