રાપર: રખડતા ઢોરની સમસ્યાને લઈને આપ અને કોંગ્રેસ દ્વારા જનઆક્રોશ રેલી સાથે નગરપાલિકા કચેરીએ આવેદનપત્ર પાઠવાયું..
Rapar, Kutch | Dec 29, 2025 ઢોરમુક્ત રાપર – સુરક્ષિત રાપર ના પ્રબળ નારા સાથે આજે રાપર તાલુકા કોંગ્રેસ સમિતિ અને રાપર તાલુકા આમ આદમી પાર્ટી દ્વારાનગરપાલિકાની ચાલુ સામાન્ય સભામાં પહોંચી આક્રોશ સાથે રખડતા ઢોરની સમસ્યા અંગે રજૂઆતો કરાઈ હતી.રાપર શહેરમાં આડેધડ રખડતા ઢોરોના કારણે અત્યાર સુધી ૬ નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા છે તેમજ ૨૦ થી ૨૫ જેટલા લોકોને અસ્થિભંગ સહિતની ગંભીર ઇજાઓ પહોંચી છે.