ભેસાણ: વિસાવદર, ભેંસાણ અને જુનાગઢ ગ્રામ વિસ્તારના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા બાળકો સાથે કેરમ રમ્યા
નાના માણસ બની રહેવામાં જે મજા છે એ મજા મોટા વ્યક્તિ બનવામાં નથી. બાળકો આપણને એટલે જ ગમે છે કેમ કે તેઓ નિર્દોષ અને સહજ રહે છે. ગોપાલ ઇટાલીયાએ કહ્યું કે હું હંમેશા એવો પ્રયત્ન કરું છું કે, મારી અંદરનો બાળક મરી ન જાય અથવા તો મારી પ્રકૃત્તિદત્ત સહજતા છીનવાઈ ન જાય. નાના બનીને રહેવામાં કોઈ શરમ કે સંકોચ ન હોવો જોઈએ. આજે મારા મતવિસ્તારના મોટી પિંડખાઈ ગામે બાળકો સાથે કેરમ રમીને સહજતાનો આનંદ લીધો. ઈશ્વરે મને આવી ક્ષણ આપી એ બદલ ઈશ્વરનો આભાર વ્યક્ત કર્યો હતો