ગોધરા: જિલ્લા સેવાસદન કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ કલેકટરની અધ્યક્ષતામાં યોજાયો
પંચમહાલ જિલ્લા કલેકટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને ગોધરા કલેકટર કચેરીમાં સપ્ટેમ્બર માસનો જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો. નાગરિકોની રજૂઆતોનું ઝડપી નિરાકરણ લાવવા યોજાયેલા આ પ્રજાલક્ષી કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રીએ અરજદારોની સમસ્યાઓ સાંભળી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી. કાર્યક્રમ દરમિયાન કુલ 09 અરજદારોના વિવિધ વિભાગોને લગતા પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું.