હિંમતનગર: 16-17 સપ્ટેમ્બરની રાત્રે 5 કલાક માટે મહેસાણા-હિમ્મતનગર હાઈવે પર રેલવે ફાટક નં. 69 માર્ગ વાહનવ્યવહાર બંધ રહેશે
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર મહેસાણા-હિમ્મતનગર હાઈવે પર વસઈ ખાતે આવેલ રેલવે ફાટક નં. 69 રેલવે ટ્રેકના મશીન ટેપિંગ કામ માટે 16-17 સપ્ટેમ્બર 2025ની રાત્રીમાં 5 કલાક માટે માર્ગ વાહનવ્યવહાર હંગામી ધોરણે બંધ રહેશે. જે આ મુજબ છે :આંબલિયાસણ-વિજાપુર રેલવે લાઈન ગેજ રૂપાંતરણ પરિયોજના હેઠળ મહેસાણા-હિમ્મતનગર હાઈવે પર વસઈ ખાતે આવેલ રેલવે ફાટક ન