મોરવા હડફ: પંચમહાલ પોલીસની સી ટીમ દ્વારા વૃદ્ધો અને વડીલોની મુલાકાત લઈ મીઠાઈનું વિતરણ કરી દિવાળીની ઉજવણી કરી
સમગ્ર દેશભરમાં આજે દિવાળી પર્વ ની ઉજવણી આણંદ ઉત્સાહના વાતાવરણમાં કરવામાં આવી રહી પ્રકાશનો પર્વ એવા દિવાળીની ઉજવણી ને લઈને પંચમહાલ પોલીસની સી ટીમ દ્વારા જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં વૃદ્ધો અને મુલાકાત લઈ મીઠાઈ તથા ફરસાણ ના સ્નેહ ભર્યો ઉપહાર સાથે દિવાળી તહેવારની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને તેઓના અનુભવનું અજવાળું સદાય પ્રકાશિત રહે તે માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ ની પંચમહાલ પોલીસ દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી હતી