નાના કલોદરા એપ્રોચ રીસર્ફેસિંગ રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ચિરાગભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.જે દરમિયાન તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ કેતનભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય પ્રતિનિધિ નીતિનભાઈ પટેલ, અશોકભાઈ સરપંચ, રાજેશભાઈ પટેલ તાલુકા પંચાયત સભ્ય, મહેશભાઈ પટેલ (મુખી) તથા ગામના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.