નડિયાદ: નડિયાદ નજીક NH-8 પર ટ્રક ઝાડ સાથે અથડાઈ, સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં...
Nadiad, Kheda | Nov 1, 2025 નડિયાદ નજીક NH-8 પર ટ્રક ઝાડ સાથે અથડાઈ, સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં  નડિયાદ નજીક પીપલગ ગામ પાસે નેશનલ હાઈવે નંબર 8 પર ગઈ રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. ઠંડા પીણાં ભરેલી એક ટ્રક રોડ પરથી નીચે ઉતરીને ઝાડ સાથે અથડાઈ હતી. સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.અકસ્માત બાદ ટ્રકના ડ્રાઈવરની હાલત અને વર્તણૂક શંકાસ્પદ જણાતા અનેક સવાલો ઊભા થયા છે.