શહેરા તાલુકાના વાઘજીપુર ગામે રોડની બન્ને સાઈડ પર નાના મોટા ધંધાદારીયો હાથલારી અને ગલ્લા જેવા દબાણ કરી ધંધો રોજગાર મેળવતા હોય છે,પરંતુ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા દબાણો દુર કરવા માટે દબાણકર્તાઓને 200 જેવી નોટીસો આપવામાં આવી હતી,જેને લઈને કેટલાક દબાણકર્તાઓ દ્વારા સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.