સુરત જિલ્લાના નવા બનેલા અંબિકા તાલુકાના વસરાઈ ખાતે તા. ૨૬થી ૨૯ ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં પ્રથમવાર **નેશનલ ટ્રાઈબલ ટ્રેડ ફેર (NTTF–2025)**નું આયોજન કરવામાં આવશે. દેશના સૌથી મોટા આદિવાસી ઉદ્યોગ મેળા અને સાંસ્કૃતિક મહોત્સવનું ઉદ્ઘાટન તા. ૨૬મીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે. દિશા ફાઉન્ડેશનના સહયોગથી અને સમસ્ત આદિવાસી સમાજ તથા વિવિધ સંસ્થાઓના આયોજન હેઠળ યોજાનારા આ મેળામાં ૩૫૦થી વધુ સ્ટોલમાં પરંપરાગત હસ્તકલા સહિત વિવિધ ચીજવસ્તુઓનું પ્રદર્શન થશ