તળાજા: તળાજામાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ પોલીસની કડક કાર્યવાહી, એકીસાથે 7 ઈકો કાર ડિટેઈન
તળાજા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે પોલીસે નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સ્ટેશનથી મહુવા ચોકડી, પાલીતાણા ચોકડી, રોયલ ચોકડી તેમજ હઝરત અબ્બાસ ચોકથી બાપાચોક સુધીના વિસ્તારોમાં ફોર વ્હીલર અને ટૂ વ્હીલર વાહનો આડેધડ પાર્ક કરવામાં આવતા હોવાના કારણે વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. ખાસ કરીને પેસેન્જર વહન કરતી ઈકો કારના ચાલકો દ્વારા જાહેર માર્ગ પર મનફાવે તેમ વાહનો ઉભા રાખી ટ્રાફિક નિયમોનો ભંગ કરવામ