બાબરા: બાબરા નજીક ચિતલ ગામમાં યુવકે પીધી ઝેરી દવા, સારવાર માટે અમરેલી ખસેડાયો
Babra, Amreli | Nov 20, 2025 બાબરા નજીક આવેલ ચિતલ ગામમાં પીન્ટુ મોહનિયા નામના યુવકે ખેતરમાં અચાનક ઝેરી દવા પી લેતા ચકચાર મચી હતી. તાત્કાલિક અસરથી તેમને પ્રાથમિક સારવાર આપીને ગંભીર હાલતમાં અમરેલી ખસેડવામાં આવ્યા છે.