ગોધરા જંક્શન રેલવે સ્ટેશન પર અમૃત ભારત રેલવે સ્ટેશન યોજનાની કામગીરીને વધુ ગતિ આપવા વડોદરા રેલવે ડિવિઝનના ડીઆરએમ રાજુ ભડકેએ મુલાકાત લીધી હતી. જે બાદ ડીઆરએમ રાજુ ભડકેએ પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ અને મોરવા-હડફ ધારાસભ્ય નિમીષાબેન સુથાર સાથે સમીક્ષા બેઠક યોજી હતી,બેઠક દરમ્યાન ધારાસભ્ય નિમિષાબેન સુથાર ધ્વારા દાહોદ વલસાડ ઇન્ટરસિટી ટ્રેનને મોરવા હડફ તાલુકાના અને રતલામ મંડળના સંતરોડ સ્ટેશન ખાતે સ્ટોપેજ માટે રજુઆત કરી હતી.