રાજ્ય સરકાર દ્વારા નશાના સેવન માટે વપરાતા રોલિંગ પેપર અને સ્મોકિંગ કોન પર લાદવામાં આવેલા પ્રતિબંધના અમલીકરણ માટે પંચમહાલ પોલીસ એક્શન મોડમાં આવી છે. રેન્જ આઈ.જી. આર.વી. અસારી અને એસ.પી. ડૉ. હરેશ દુધાતની સૂચનાથી એસ.ઓ.જી. (SOG) દ્વારા જિલ્લામાં વિવિધ પાન પાર્લર પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. SOG પી.આઈ. આર.એ. પટેલના માર્ગદર્શન હેઠળ બે અલગ-અલગ ટીમો બનાવી ગોધરા અને કાલોલ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા: ગોધરા શહેર: પીએસઆઈ ડી.જી. વહોનીયા અ