મોરવા હડફ: મોરવા હડફ ખાતે ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં નમો કે નામ રક્તદાન અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની નિમિતે સમગ્ર ગુજરાતમાં આજે નમો કે નામ રક્તદાન નું આયોજન કરવામાં આવ્યું હતુ જે અંતર્ગત મોરવા હડફ ખાતે આજે મંગળવારના રોજ મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં સરકારી કર્મચારીઓ અને ભાજપના કાર્યકરોએ મોટી સંખ્યામાં કેમ્પ નો લાભ લીધો હતો જેની માહિતી આજે મંગળવારે રાત્રે 8 કલાકે પ્રાપ્ત થઈ હતી