રાજકોટ પશ્ચિમ: જે. કે. ચોક પાસે આવેલ ભંગારના ડેલામાં ભીષણ આગ, આગને પગલે ડેલાના માલિકને ભારે નુકસાન, સદનસીબે જાનહાની ટળી
ગઈકાલે રાત્રે 12:30 વાગ્યાની આસપાસ શહેરના સાધુવાણી રોડ નજીક આવેલ જે.કે. ચોક પાસે એક ભંગારના ડેલામાં ભીષણ આગ લાગી હતી. બનાવને પગલે ફાયર બ્રિગેડ સ્ટાફે તરત જ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી મહા મહેનતે આગ બુજાવવાની ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. ઘટનાને પગલે ભંગારના ડેલાના માલિકને ભારે નુકસાન થવા પામ્યું હતું. આગ મોડી રાત્રે લાગી હોવાથી સદ્ નસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.