મહુવા: ખડસલીયા ગામમાં ગર્ભવતી પરિણીતાને મારપીટ કરી કસુવાવડ કરાવ્યાનો આરોપ, પતિ સહિત ચાર સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાઈ
મહુવા તાલુકાના ખડસલીયા ગામમાં ગર્ભવતી પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપવાના ગંભીર આક્ષેપો સાથે પતિ સહિત ચાર સાસરીયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી ધર્મિષ્ઠાબેન રાજુભાઈ કાતરીયાએ બગદાણા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના પતિ રાજુભાઈ મધુભાઈ કાતરીયા, દિયર મેહુલભાઈ મધુભાઈ કાતરીયા, સસરા મધુભાઈ મેઘાભાઈ કાતરીયા અને જેઠ ઘનશ્યામભાઈ મધુભાઈ કાતરીયા દ્વારા વારંવાર ત્રાસ આપવામાં આવતો હતો. ફરિયાદ અનુસાર, ધર્મિષ્ઠાબેન ત્રણ મહિનાની ગર્ભવતી હોવા છતાં